ક્યારેક 1000 રૂપિયાની નોકરી કરતો હતો આ એક્ટર, હવે એક ફિલ્મના લે છે 25 કરોડ રૂ.
હૈદરાબાદઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને ફિલ્મ્સમાં તો સરળતાથી કામ મળ્યું હોય છે, પણ ઓળખ તો પાતાના દમ પર જ બનાવવી પડે છે. આવો જ એક્ટર એટલે સાઉથનો સુપરસ્ટાર સૂર્યા.તેનો જન્મ 23 જુલાઈ 1975ના રોજ થયો હતો. તે તમિલ એક્ટર શિવકુમારનો દિકરો છે અને બાળપણથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે તેણે સખત મહેનત કરવી પડી હતી.
કરિયરની શરૂઆતના સમયમાં તેને ફિલ્મ્સમાં રસ નહોતો, આથી તેણે કપડાની ફેક્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેણે પોતાની ઓળખ છુપાવી રાખી હતી, કે તે એક્ટર શિવ કુમારનો દિકરો છે. ફેક્ટરીમાં તેને કામના બદલે એક હજાર રૂપિયા મળતા હતા. આજે તો સૂર્યાને એક ફિલ્મ માટે 20-25 કરોડ રૂપિયા મળે છે.
Comments
Post a Comment