ભારતના 14 વર્ષના વિદ્યાર્થીનું ગુગલે કર્યું સન્માન



નોઈડામાં રહેતાં 14 વર્ષના વિદ્યાર્થીએ ખાસ પ્રકારના એપનો વિકાસ કર્યો છે. આને કારણે ગુગલે તેનું સન્માન પણ કર્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં મૃગાંક પાવાગી નામના વિદ્યાર્થીએ વેબમી નામે એન્ડ્રાઈડ એપનો વિકાસ કર્યો છે. આ એપ ગેમ મારફતે ઈન્ટરનેટને સુરક્ષિત બનાવવાની જાણકારી પૂરી પાડે છે.

ગુગલને આ વિદ્યાર્થીની શોધ ખુબ જ ગમી ગઈ છે અને તેનું સન્માન કર્યું છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ વેબમી માટે ગુગલ ઈન્ડિયાના ગુગલ વેબ રેન્જર્સની ત્રીજી આવૃતિમાં મૃગાંકને વિજેતા જાહેર કર્યો હતો.

ગુગલ વેબ રેન્જર્સ નામ સાથે દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરે છે. આ સ્પર્ધાનો આશય ઈન્ટરનેટ સેફટી સાથે સંકળાયેલા ઈનોવેશન અથવા પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ માટે પાંચ હજાર જેટલી એન્ટ્રી મળી હતી, પરંતુ ત્રણ વિજેતાના નામમાં મૃગાંકનો પણ સમાવેશ થતો હતો.
વિજેતાઓને ગુગલ ઈન્ડિયાએ ટેબલેટ અને પ્રમાણપત્ર આપ્યા હતાં.

Comments