2018માં 'મસ્તાની' ને 'બાજીરાવ' ફરશે સાત ફેરા, આ એક્ટ્રેસને લગ્નનું નહીં મળે આમંત્રણ
મુંબઈઃરણવીર સિંહ અને દીપિકા પાદુકોણના અફેર વચ્ચે હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, બંને આ વર્ષે જ લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સની માનીએ તો જૂન-જુલાઈ સુધીમાં બંનેના લગ્ન થઈ શકે છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ની જેમ આ કપલ પણ સિક્રેટ વેડિંગ કરી શકે છે. અમુક દિવસ પહેલા દીપિકા પોતાની બહેન અનીશા સાથે નેહા ધૂપિયાના શોમાં ગઈ હતી. આ સમયે દીપિકાની લગ્નની વાત નીકળી તો તેણે તો આ વિશે કંઈ ન કહ્યું, પરંતુ તેની બહેન અનીશાએ કહ્યું હતું કે- લગ્નમાં તેઓ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફને નહીં બોલાવે.
Comments
Post a Comment