બિઝનેસ માટે સરકાર કરે છે 25 લાખ સુધીની મદદ
કેન્દ્રની જેમ રાજય સરકાર પણ તેના રાજયમાં સેલ્ફ એમ્પલોયમેન્ટને પ્રમોટ કરવા માટે ઘણાં પ્રકારની સ્કીમ ચલાવે છે. તેનો હેતું યુવાઓને જોબના સ્થાને બિઝનેસ પ્રત્યે આકર્ષિત કરવાનો છે. રાજય સરકારો બિઝનેસ શરૂ કરવાથી લઈને બિઝનેસ પ્રમોટ કરવા અને તેમને માર્કેટિંગ આસિસ્ટન્ટસ ઉપલબ્ધ કરાવવા માટે ઘણી સ્કીમ ચલાવી રહી છે. રાજયોમાં બિઝનેસ શરૂ કરવા પર સબસિડી આપવામાં આવે છે. તેનાથી તમારું રોકાણ ઓછું થઈ જાય છે, આ સિવાય તમને સરકારનો સપોર્ટ મળવાને કારણે બિઝનેસ કરવું પણ સરળ બને છે. રાજય સરકારો અલગ-અલગ બિઝનેસ માટે અલગ-અલગ સબસિડી આપે છે. ઘણાં રાજોયોમાં 25 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અને ઘણાં રાજયોમાં કેટલાક પ્રોજેકટ કોસ્ટના 25 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે.
Comments
Post a Comment