8મી વખત નોકરી છોડી શરૂ કર્યો આ બિઝનેસ, હવે છે 2.5 Crનું ટર્નઓવર




દિલ્હીઃ ઉત્તરાખંડમાં મશરૂમ ગર્લના નામથી જાણીતી દિવ્યા રાવતની કહાણી ઘણી પ્રેરણાદાયક છે. દિવ્યાએ અનેક નોકરીઓ કરી, પરંતુ તેના દિલમાં કંઈક અલગ કરવાનું જૂનુન હતું, તેના માટે તેણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય કરવાનો નિર્ણય કર્યો. દિવ્યાએ ગામના નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરીને મશરૂમની ખેતી શરૂ કરી. ધીમે-ધીમે દિવ્યાએ પોતાના આ બિઝનેસમાં વધુ લોકોને જોડ્યા અને એક કંપની બનાવી, જેનું આજે વાર્ષિક ટર્નઓવર 2થી 2.5 કરોડ રૂપિયા છે. DivyaBhaskar.comએ દિવ્યા સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન દિવ્યાએ પોતાની લાઇફ સ્ટ્રગલ અને અચીવમેન્ટને શેર કરી.





8 વાર છોડી નોકરી, પછી કર્યો આ બિઝનેસ



- દિવ્યા ઉત્તરાખંડના દહેરાદૂનની રહેવાસી છે. તેના પિતા તેજ સિંહ રાવત નિવૃત્ત આર્મી અધિકારી છે. દિવ્યાએ પોતાનો અભ્યાસ ઉત્તર પ્રદેશના નોઇડાથી કર્યો, ત્યારબાદ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી પણ કરી. એક પછી એક દિવ્યાએ 8 નોકરી બદલી, પરંતુ દિવ્યાના દિલમાં કંઈક અલગ કરવાની તમન્ના હતી. તેના માટે તે કોઈ વ્યવસાય વિશે વિચાર કરવા લાગી અને ઉત્તરાખંડ પરત આવી ગઈ.



માત્ર 3 લાખથી શરૂ કરી હતી કંપની


- દિવ્યાએ જણાવ્યું કે, અમે મશરૂમનો વેપાર માત્ર 3 લાખ રૂપિયાથી શરૂ કર્યો હતો. ધીમે-ધીમે દિવ્યાએ આ ખેતીથી વધુ લોકોને જોડ્યા અને તેમને મશરૂમની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. દિવ્યાની ટીમમાં અનેક લોકો જોડાયા અને બિઝનેસ ઝડપથી આગળ વધવા લાગ્યો.

Comments