વારંવાર નસ પર નસ ચડી જાય છે? જાણો કારણ અને કરો ઉપચાર




યૂટિલિટી ડેસ્કઃ નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે. ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે. આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે. તેમાં પગમાં દુખાવો, બળતરા, પગ સુન્ન થવા, ઝણઝણાટી તથા સોઈ ભોંકાવા જેવો અહેસાસ થાય છે.

ક્યારે અને ક્યાં થાય છે નસ ચડી જવાથી દુખાવો?

નસ પર નસ ચડી જવી છે તો એક બીમારી જ પણ ક્યારે, ક્યાં અને કઈ નસ ચડી જશે કોઈ કહીં નથી શકતું. આપણાં શરીરમાં આશરે 650 માંસપેશીઓ છે, જેમાંથી 200માં મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટનો દુખાવો થઈ શકે છે. મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટના કારણે ઘૂંટણની નીચે, ઘૂંટણની પાછળ, પગના આગળના ભાગમાં, પાની, પંજા, હિપ્સ, બંને ખભા, કમરમાં, ગરદન, છાતી, કોણી, આંગળીઓ, અંગૂઠા, જડબામાં, કાનની આજુબાજુ, અડધું માથું, પગનો અંગૂઠો વગેરે પગથી લઈને માથા સુધી શરીરમાં ઘણી બધી જગ્યાએ દુખાવો થતો હોય છે.

Comments