શરીરના આ અંગો ફરકશે તો મળશે ધનલાભના સંકેત, જાણો કયા છે અશુભ

યૂટિલિટી ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રમાં અંગ ફરકવા અંગે શુકન-અપશુકનની ઘણી બાબતો જણાવવામાં આવી છે. કેટલાંક અંગ ફરકવાં શું ગણાય છે તો કેટલાંક અંગ ફરકવાથી અશુભ ફળ મળે છે. શુભ એટલે કે, ભવિષ્યમાં કઈંક સારા સમાચાર મળવાના સંકેત મળવા. જ્યારે અશુભ એટલે, ભવિષ્યમાં કોઇ દુ:ખદ સમાચાર મળવાનાં સંકેત મળવાં. શુકન-અપશુકનનાં આ સંકેતો અંગે એક વાત ખાસ ધ્યાનમાં તાખવી. પુરૂષોમાં જમણાં અંગ ફરકવાં શુભ ગણાય છે અને ડાબાં અંગ ફરકવાં અશુભ. જ્યારે સ્ત્રીઓમાં ડાબાં અંગ ફરકવાં શુભ ગણાય છે અને જમણાં અંગ ફરકવાં અશુભ ગણાય છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ, શરીરનું કયું અંગ ફરકવાથી કેવું ફળ મળે છે.

Comments