બધા ઘરેણાં સોનાના તો માત્ર પગની પાયલ જ ચાંદીની શા માટે? જાણો કારણ

યૂટિલિટી ડેસ્કઃભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિવિધ પ્રકારના ધર્મ તથા તે ધર્મ સાથે જોડાયેલા રીત-રિવાજ જોવા મળે છે. બધા ધર્મોના વિવિધ પહેર-વેશ તથા તેમની સાથે પહેરવામાં આવતા મહિલાઓના ખૂબ જ રસપ્રદ આભુષણો હોય છે. આમ તો આ વિવિધ-વિવિધ ધર્મોમાં મહિલાઓ દ્વારા ધારણ કરવામાં આવતા આભૂષણોમાં ખૂબ અંતર હોય છે. પરંતુ મોટાભાગે આભૂષણોમાં સમાનતા જોવા મળે છે. કેટલીય વાર તો આ આભૂષણોને પહેરવાની પાછળની માન્યતા તથા કારણ પણ સરખા હોય છે. કારણ કે છેલ્લે આ આભૂષણ પરંપરા સાથે જ જોડાયેલા હોય છે અને ભારતીય પરંપરા સંબંધોને જોડવાનું કામ કરે છે.


બધા આભૂષણ સોનાના અને પગના ચાંદીના કેમ?


એવી માન્યતા છે કે એક સ્ત્રી દ્વારા જો આભૂષણ ધારણ કરવામાં આવે છે તો તે બધા સોના અથવા બધા ચાંદીના ન હોવા જોઈએ. કમરની ઉપરના આભૂષણ સોનાના બનેલા તથા કમરની નીચે પગ સુધીના બધા જ આભૂષણ ચાંદીના હોવા જરૂર છે. એટલે કે કાનના ઝુમખાં, ગળાનો હાર, કમરબંદ, બંગડી વગેરે આભૂષણ સોનાના હોય પરંતુ પગની પાયલ તથા વીંછિયા જેવા આભૂષણ જો પગમાં પહેરવામાં આવે તો તે ચાંદીના બનેલા હોવા જોઈએ. આ બધા તર્કોને માન્યતા આપવા માટે અમુક ધાર્મિક પરંપરાગત તથા સાથે જ વૈજ્ઞાનિક કારણ આપવામાં આવ્યાં છે. પગ તથા પગની આંગળીઓમાં ક્યા આભૂષણ પહેરવામાં આવે છે, તથા શા માટે, તેના પુરાવા પ્રાચીનકાળમાં મોજુદ છે.

પગની પાયલ

પગમાં પહેરવામાં આવતા આભૂષણોમાંથી જો સૌથી વધુ કોઈ આભૂષણ પહેરવામાં આવે છે તો તે છે પાયલ. એક અથવા બે ચેન અને અમુક ધુધરીઓમાં બનેલી પાયલને અંગ્રેજીમાં એક્લેટ તથા પંજાબીમાં પંજેબ કહેવામાં આવે છે. પાયલનું ભારતીય પરંપરામાં ખાસ સ્થાન છે.

Comments