માસિક ધર્મ દરમિયાન મહિલાઓને મંદિરમાં જવું છે વર્જિત, જાણો શું છે કારણ
યૂટિલિટી ડેસ્કઃ ભારતીય સંસ્કૃતિમાં અનેક એવા રીત-રિવાજો છે જે કોઈને જોઈને આપણે પણ અપનાવી લઈએ છીએ. અનેક લોકો આ રીત-રિવાજો અને પરંપરાઓને ઉંડાળપૂર્વક જાણવામાં સંકોચ તો કરે જ છે, પરંતુ લોકો તેને સ્વીકાર પણ કર લે છે કે આ તમામ પરંપરાઓ પૂર્વજોના સમયથી ચાલી રહી છે. જો તમે આ પરંપરાઓને નથી અપનાવતા તો તે પૂર્વજોનું અપમાન હોય છે. આ રીત-રિવાજમાંથી એક છે માસિક ધર્મ, જેમાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ વર્જિત માનવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે માસિક ધર્મના દિવસમાં મહિલાઓને મંદિર જવા પર પ્રતિબંધ શા માટે લગાવી દેવામાં આવે છે? આજે અમે તમને આ કારણ વિશે જ જણાવી રહ્યા છીએ.
લોકો મહિલાઓને માને છે અપવિત્ર
બધા જ લોકો મહિલાઓને દર મહિને થતા માસિક ધર્મના કારણે થોડા સમય માટે અપવિત્ર માને છે. આ દિવસોમાં મહિલાઓને ઘરની કેટલીક વસ્તુઓથી દૂર રાખે છે. આ પ્રકારની વાત માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પરંતુ અન્ય ધર્મમાં પણ છે, જેમાં મહિલાઓને માસિક દરમિયાન અપવિત્ર માનવામાં આવે છે.
Comments
Post a Comment