ટૂથપેસ્ટની અલગ રંગની પટ્ટીમાં છૂપાયું છે આ રહસ્ય, જાણો ખૂબી+ખામીઓ




યુટિલિટી ડેસ્કઃ આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને સાથે તેની કલર્ડ સ્ટ્રીપ્સને જોઇને તેનો આનંદ માણીએ છીએ. પણ શું તમે જાણો છો કે દાંત સાફ કરનારી આ ટૂથપેસ્ટની અલગ અલગ કલરની સ્ટ્રીપ્સ શું સૂચવે છે. કોડના સૂચનમાં અલગ અલગ રંગની પટ્ટીઓનો ઉપયોગ ટૂથપેસ્ટના નીચેના ભાગમાં સ્ટ્રીપ પર કરવામાં આવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આ પટ્ટીઓના કલરમાં છૂપાયેલા રહસ્યો વિશે.

પટ્ટીઓના અલગ કલરમાં છે આ રહસ્ય

માર્કેટમાં તમને લાલ, કાળા, લીલા અને વાદળી રંગની પટ્ટીઓ વાળી ટૂથપેસ્ટ મળી જશે. પરંતુ તમને એ વાતની જાણ હોતી નથી કે આ અલગ અલગ રંગોની પટ્ટીઓનો શું અર્થ હોય છે?

કાળા રંગની પટ્ટી

ટૂથપેસ્ટ કરીદો છો તો પેકના નીચેના ભાગ પર ઘણી વખત કાળા રંગની પટ્ટી દેખાશે. તે સૂચન કરે છે કે આ ટૂથપેસ્ટમાં સૌથી વધારે કેમિકલનો ઉપયોગ કરાયો છો.

લાલ રંગની પટ્ટી

ટૂથપેસ્ટના નીચેના ભાગમાં જો લાલ રંગની પટ્ટી બનેલી છે તો એનો અર્થ એમાં પણ કેમિકલ છે. પરંતુ તેની સાથે તેમાં પ્રાકૃતિક ચીજોનો પણ ઉપયોગ કરાયો છે. તેથી તે કાળી પટ્ટી કરતાં ઓછી નુકસાન કારક ગણાય છે.

વાદળી રંગની પટ્ટી

વાદળી રંગના માર્કાવાળી ટૂથપેસ્ટ સૌથી સુરક્ષિત છે.તેમાં પ્રાકૃતિક ચીજોની સાથે મેડિકેશન વાળા તત્વો હોય છે જે દાંતને ચોખ્ખા અને ચમકદાર રાખવા સાથે મોઢાની બીમારીને પણ દૂર કરે છે.

લીલા રંગની પટ્ટી
લીલા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટ હર્બલ ટૂથપેસ્ટ ગણાય છે. તેમાં માત્ર હર્બલ ચીજોનો ઉપયોગ કરાયો છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે.

Comments