વિશ્વનો સૌ પ્રથમ કેસ, હવે પુરુષો પણ કરાવી શકશે સ્તનપાન



ન્યુયોર્કઃ દુનિયામાં પહેલીવાર બાળકને જન્મ આપ્યા વગર જ ટ્રાન્સજેન્ડર મહિલા શિશુને સ્તનપાન કરાવી શકશે. આ શક્ય બન્યું છે અમરિકામાં, જ્યાં ડોક્ટરોએ મહિલાના હોર્મોન સ્તરમાં ફેરફાર કર્યા અને તેના શરીરને સ્તનપાન કરાવવા લાયક બનાવ્યું. માઉન્ટ સિનાઈ સ્થિત ઈકોન સ્કૂલ ઓફ મેડિસિનના ડોક્ટરોએ જણાવ્યું કે, સાડા ત્રણ મહિનાની સારવાર બાદ 30 વર્ષીય ટ્રાન્સજેન્ડર મહિલા બાળકને 6 સપ્તાહ સુધી કુદરતી રીતે સ્તનપાન કરાવી શકશે. રિયલ માતા નથી કરવા માંગતી બાળકની કેર...

- ડોક્ટર્સનો દાવો છે કે, મેડિકલ ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે.
- જેમાં એક ટ્રાન્સજેન્ડરને પણ સારવાર બાદ સામાન્ય માતાની જેમ સ્તનપાન કરાવવાનું સુખ મળવું શક્ય થયું.
- એક સાયન્સ જર્નલમાં આવેલા સમચાર પ્રમાણે, પુરુષથી મહિલા બનેલી ટ્રાન્સજેન્ડરની સાથી ગર્ભવતી હતી.
- ગર્ભ રહ્યાના પાંચ મહિના બાદ આ ટ્રાન્સજેન્ડર મહિલા હોસ્પિટલ ગઈ અને જણાવ્યું કે, બાળકની સાચી માતા તેના શિશુને સ્તનપાન કરાવવા નથી માંગતી.

- એટલા માટે સ્તનપાનની જવાબદારી તે પોતે લેવા માંગે છે. ત્યારે ડોક્ટરોએ આ ટ્રાન્સજેન્ડર મહિલામાં સ્તનપાનની ક્ષમતા વિકસિત કરવા માટે સારવાર શરૂ કરી.
- ડોક્ટરોએ એ જ સારવાર કરી, જે તેઓ એક આવી નોર્મલ મહિલાની કરે છે. એવી મહિલા, જેણે ગર્ભ ધારણ ન કર્યો હોય પરંતુ સ્તનપાન કરાવવા માંગતી હોય.
- ડોક્ટર્સે તેને આપવામાં આવતા હોર્મોન પ્રોજેસ્ટેરોન અને અન્ય દવા આપી. આ બધી પ્રક્રિયા બાળકના જન્મના સાડા ત્રણ મહિના પહેલા પૂરી કરવામાં આવી.

Comments