જિંદગી સાર્થક+PERFECT બનાવવા શિવજીની આ 11 વાતો ગાંઠે બાંધી લ્યો



ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શિવજીને દેવોના દેવ કહેવામાં આવે છે, તેના પણ અનેક કારણો છે. તેઓ એકપળે શાંત દેખાતા હોય તો પળભરમાં તેઓ વિધ્વંશકરૂપ ધારણ કરી વિનાશકારી પણ બની જતા હોય છે. જો તેઓ તાંડવ કરનારા નટરાજ હોય તો, બીજીપળે ભક્તો માટે બાબા ભોલેનાથ પણ બની જાય છે. ભગવાન શિવના વ્યક્તિત્વના અનેક રંગો છે, જે ઘણા રહસ્યોથી ભરેલા છે. જો આપણે આપણા જીવનને સાર્થક બનાવવું હોય, તો ભગવાન શિવ આપણા માટે સૌથી મોટા આદર્શ બની શકે છે. શિવ આટલા લીલાધારી છે તો આપણે તેમની લીલાઓમાંથી કેટલીક પ્રેરણાઓ ચોક્કસ ગ્રહણ કરવી જોઈએ. આજે વાંચો દરેકને જીવન ઉપયોગી થઈ શકે છે તેવી શિવની લાઈફ મેનેજમેન્ટની વાતો.

બુરાઈ ક્યારેય સહન કરવી ન જોઈએ

ત્રિદેવોમાં ભગવાન શિવને વિનાશકારી માનવામાં આવે છે, તેઓ બુરાઈ અને અન્યાયને કોઈપણ કિમતે સહન નથી કરી શકતા. જે પ્રકારે ન્યાયની સ્થાપના માટે જ તેમને રાક્ષસોનો સંહાર કર્યો હતો, એ જ રીતે આપણે પોતાની અંદરની બુરાઈઓને સમાપ્ત કરવી જોઈએ અને અન્યાયની વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ.

Comments