T-20: AUSનો ટાર્ગેટ ચેઝનો વર્લ્ડ રેકોર્ડ, 18.5 ઓવરમાં કર્યા 244 રન



ઓકલેન્ડઃ ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાં એક નવો જ વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો છે. ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં 244 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલાં જ પ્રાપ્ત કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 6 વિકેટ પર 243 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 245 રન બનાવીને મેચ જીતી લીધો હતો. આ મેચમાં કુલ 32 છગ્ગાં જોવા મળ્યાં હતા.

આ મેચમાં શું થયું?

- ન્યૂઝેલેન્ડે પહેલાં બેટિંગ કરી હતી. માર્ટિન ગુપ્ટિલે 54 બોલમાં 105 રન બનાવ્યાં હતા. તેઓએ પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા. બીજા ઓપનર, કોલિન મુનરોએ 33 બોલ પર 76 રન બનાવ્યાં હતા. મુનરોએ 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યાં હતા.
- જો કે ઓપનર બેટ્સમેન બાદ કરતાં ન્યૂઝીલેન્ડના એક પણ ખેલાડી ખાસ કંઈ ઉકાળી શક્યા ન હતા. રોસ ટેલરે 17 અને ચેપમેન 16 રન બનાવ્યાં હતા. 20 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 243 રન બનાવ્યાં અને આ રીતે ઓસ્ટ્રેલિયાને 244 રન ટાર્ગેટ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ કઈ રીતે ચેઝ કર્યો ટાર્ગેટ

- ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર અને શોર્ટે ઓપનિંગ કરી. વોર્નરે ઇશ સોઢીના બોલિંગમાં બોલ્ડ થતાં પહેલાં માત્ર 24 બોલ્સ પર 59 રન બનાવ્યાં હતા. જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.
- શોર્ટે 44 બોલમાં 76 રન બનાવ્યાં અને તેની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા લાગ્યાં હતા.
- આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે 14 બોલમાં 31 રન અને એરોન ફિંચે 14 બોલમાં 36 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલાં જ 244 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ગુપ્ટિલે સેન્ચુરી જરૂરથી ફટકારી પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વનો રોલ ભજવનાર શોર્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

કેટલાં ચોગ્ગા અને છગ્ગા?

- ન્યૂઝીલેન્ડ તરફથી 18 છગ્ગા અને 14 ચોગ્ગા લાગ્યાં. જ્યારે કે ઓસ્ટ્રેલિયા તરફથી 14 છગ્ગા અને 19 ચોગ્ગા લાગ્યાં હતા.
- કુલ મળીને આ મેચમાં 32 છગ્ગા અને 33 ચોગ્ગા લાગ્યાં, જ્યારે 11 વિકેટ પડી હતી.

Comments