આને સિમ્પલ કૉટેજ સમજતા'તા લોકો, જ્યારે 10 કરોડમાં વેચાયું તો સામે આવી આ હકીકત
અજબગજબ ડેસ્કઃ ઈંગ્લેન્ડના કોર્નવોલમાં હાલ એક કૉટેજ ચર્ચાનો વિષ્ય બન્યો છે. તળાવ કિનારે જ્યારથી આ બન્યું છે ત્યારથી લોકો તેને સામાન્ય કૉટેજ જ સમજે છે, પરંતુ તાજેતરમાં તેને જ્યારે 10 કરોડ રૂપિયાની કિંમતે વેચવામાં આવ્યું તો તેની વાસ્તવિકતા લોકોની આવી. વાંચો, શું હતું કૉટેજમાં...
- તાજેતરમાં આ કૉટેજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં ખબર પડી કે તે એકદમ ભવ્ય છે. 3 બેડરૂમ ધરાવતા આ કૉટેજને 1964માં બનાવ્યું હતું. 2016માં તેના ઓનરે તેને રિનોવેટ કરાવ્યું અને પછી તેને વેચવાનું મન બનાવી લીધું.
ઘણા સેલેબ્સ રહી ચૂક્યા છે અહીંયા
- છેલ્લા 40 વર્ષોમાં આ કૉટેજમાં ઘણા સેલિબ્રિટી ભાડે રહ્યા છે. ત્યારે લોકો એ વિચારતા હતા કે, તેની નજીકમાં રહેલા તળાવ અને અહીયાનો સુંદર નજારાના કારણે લોકો અહીંયા સમય પસાર કરવા માટે આવે છે, પરંતુ સામે આવ્યું કે, અંદરથી પણ આ કૉટેજ એકદમ મનમોહક છે.
ફાઈવ સ્ટાર હોટલ જેવું ઈન્ટીરિયર
- તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે, આ કોઈ સામાન્ય કૉટેજ નથી. તેનું ઈન્ટીરિયર એક ફાઈવ સ્ટાર હોટલની જેવું છે. અહીંયા એશો-આરામની દરેક સુવિધા રહેલી છે.
આ પહેલા ત્રણ કરોડમાં વેચાઈ ઝૂપડી
નોંધનીય છે કે, આ પહેલા ઈંગ્લેન્ડમાં એક કૉટેજ 3 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું જેમાં ના તો વીજળીની વ્યવસ્થા હતી કે ના પાણીની. મડફોર્ડ બીચ પર બનેલું આ કોટેડ પણ ચર્ચાનો વિષય બન્યું હતું. આ ડીલમાં સામેલ રહેલા બ્રોકર માઈલ્સ ટાર્પીએ કહ્યું હતું કે, જો તમે તેને નાની એવી ઝૂપડી સમજવાની ભૂલ કરી રહ્યા છો તો એ તમારી ભૂલ છે. આ ઝૂંપડીની અંદર સહેલાઈથી 5 લોકો ઊંઘી શકે છે. તેની આટલી કિંમતના સવાલ પર માઈલ્સે કહ્યું કે, તેનું કારણ માત્ર લોકેશન છે. તમને વિશ્વમાં ક્યાંય પણ આવો નજારો જોવા નહી મળે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે રોજે સવારે ઉઠીને તેની મજા લઈ શકો.

Comments
Post a Comment