અહી થાય છે 130kmનો 'મજબૂરી' જામ, 200 કિમી કાપતા લાગે છે એક સપ્તાહ



ઈન્ટરનેશનલ ડેસ્કઃ 130 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અને તેને પાર કરવા માટે એક અઠવાડિયાની રાહ. મંગોલિયાના હજારો ટ્રક ડ્રાઈવર આ પ્રકારે રોજી રોટી કમાય છે. મંગોલિયામાં બહુ વધારે ગરીબી છે. સરકારી ખર્ચામાં પણ કાપ મૂકવામાં આવી રહી છે. એવામાં મંગોલિયાના લોકો સારા ભવિષ્યની રાહ જ જોઈ શકે છે.

રણમાં ટ્રાફિક જામ

કોલસાથી ભરેલા હજારો ટ્રકને મંગોલિયામાંથી બહાર કાઢવાનું કામ પણ આ લોકો જ કરે છે. ગોબી રણમાંથી પસાર થતો આ રસ્તો ચીનની સરહદ સુધી જાય છે અને અહીંયા ટ્રક ડ્રાઈવરોને કાયમ ચીનની સરહદ પાસે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે.

Comments