ખોદકામમાં મળ્યો 8000 વર્ષ જૂનો ઘડો, અંદર જે હતું તેને જોઇ દંગ રહી ગયા લોકો



અજબ ગજબ ડેસ્કઃ દુનિયામાં ઘણાં આર્કિયોલોજિસ્ટ્સને ખોદકામ દરમિયાન નવી વસ્તુઓ મળતી આવી છે. આ વસ્તુઓ વર્ષો પહેલાં કોઇના કોઇ કારણે જમીન નીચે છુપાવવામાં આવી હોઇ શકે અથવા દબાઇ ગઇ હોઇ શકે.

USના વિસ્કોન્સિનમાં આર્કિયોલોજિસ્ટને ખોદકામ દરમિયાન મળેલાં એક ઘડામાંથી કંઇક એવું મળ્યું, જે માત્ર કિંમત નહીં પરંતુ અમૂલ્ય હતું. 2008માં વિસ્કોન્સિનમાં આર્કિયોલોજિસ્ટ્સને ખોદકામ દરમિયાન એક માટીનો ઘડો મળ્યો હતો.

દરેક લોકો તે ઘડાને જોઇને આશ્ચર્યમાં પડી ગયા. માટીથી બનેલો આ ઘડો 8000 વર્ષ જૂનો હતો. જ્યારે તેમણે ઘડાને ખોલીને જોયો, તો ઘડાની અંદર થોડાં બીજ રાખેલાં હતાં.

જ્યારે આર્કિયોલોજિસ્ટ્સે તે બીજને વાવ્યાં, તો હાલમાં જ તેમાંથી જે છોડ ઉગ્યા, તે વિલુપ્ત થઇ ચૂકેલાં સ્ક્વાશની પ્રજાતિ હતાં. આર્કિયોલોજિસ્ટ્સની સાથે વૈજ્ઞાનિકો પણ હેરાન છે કે એ ઘડાની અંદર 8000 વર્ષોથી બંધ રહેલાં બીજને ગાયબ થયેલાં ફળને ફરી જીવિત કરી દીધા.

ત્યાં જ ભારતીય ભૂવૈજ્ઞાનિકો દ્વારા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ ઘડો રામાયણ કાળનો છે. તેમનું તર્ક હતું કે વનવાસ દરમિયાન રામ અને સીતા આવા જ ઘડામાં પોતાના ખાદ્ય પદાર્થો રાખતાં હતાં.

વૈજ્ઞાનિકોએ આગળ જણાવ્યું કે જ્યારે માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેમની રસોઈમાં એક આવા જ ઘડામાં વસ્તુઓ રાખવામાં આવી હતી. ભારતીય વૈજ્ઞાનિકોએ અમેરિકાના સાઇટિસ્ટ્સ સામે પોતાનું આ તર્ક રાખ્યું.

Comments