ફાઈનલ થઈ સોનમના લગ્નની તારીખ, વિશ્વના સૌથી મોંઘા શહેરમાં ફરશે ફેરા
મુંબઈઃ બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં શ્રિયા સરને રશિયન ટેનિસ પ્લેયર આંદ્રેઈ કોશેચેવ સાથે લગ્ન કર્યા અને હવે સોનમ કપૂર પણ સાત ફેરા ફરવાની તૈયારીમાં છે. એક જાણીતી વેબસાઈટના અહેવાલ અનુસાર, સોનમ હાલ ‘વીરે દી વેડિંગ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ તે 11 અને 12 મેનાં રોજ લોંગટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કરવા જઈ રહી છે.
વિશ્વના સૌથી મોંઘા શહેરમાં થશે લગ્ન....
- સોનમ અને આનંદ વિશ્વના સૌથી મોંઘા શહેરમાંથી એક એવા સ્વિત્ઝર્લેન્ડના જીનેવામાં લગ્ન કરશે.
- રિપોર્ટ અનુસાર, સોનમે પોતાની નાની બહેન રિયા સાથે જીનેવામાં ઘણા સ્થળ લગ્ન માટે જોયા બાદ એકને ફાઈનલ કરી દીધું છે.
- સોનમે પોતાનો વેડિંગ ડ્રેસ ફેમસ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાને ફાઈનલ કર્યા છે.
- આ ઉપરાંત Ralph And Russo સોનમની વેડિંગના બાકી કપડા ડિઝાઈન કરશે.
શરુ થઈ ચૂકી છે લગ્નની તૈયારીઓ..
- સૂત્રો અનુસાર, લગ્નની ડેટ અને વેન્યૂ નક્કી કર્યા બાદ હવે સોનમના પિતા અનિલ કપૂરે ફ્લાઈટ્સની બુકિંગ પણ શરુ કરી દીધી છે.
- આ સાથે જ મેહમાનોને પણ ફોન કોલ અને વેડિંગ ઈન્વિટેશન પણ મોકલવામાં આવી રહ્યાં છે.
ફેશન બ્રાન્ડનો ઓનર છે સોનમનો પતિ...
- સોનમ કપૂરે 2016માં પિતા અનિલ કપૂરના 60મા જન્મદિવસે આનંજ આહૂજા સાથેના પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો.
- આનંદ આહૂજા દિલ્હી બેઝડ બિઝનેસમેન છે. છેલ્લા 2 વર્ષથી બંને સિક્રેટલી ડેટિંગ કરી રહ્યાં હતા. બંને એકસાથે ઈવેન્ટ્સ અને લંડનમાં વેકેશન માણતા જોવા મળી ચૂક્યા છે.
- આનંદ ફેશન બ્રાન્ડ Bhaneના માલિક છે. તેણે વ્હાર્ટન બિઝનેસ સ્કૂલ (યુએસ)થી અભ્યાસ કર્યો છે, ઉલ્લેખનીય છે કે, Bhane સોનમની ફેવરેટ ફેશન બ્રાન્ડ્ઝમાંથી એક છે. તે ઘણી ઈવેન્ટ્સમાં Bhaneની ડિઝાઈન કેરી કરતી જોવા મળે છે.
Comments
Post a Comment