મોબાઈલ પર લાંબી વાતો કરતા લોકો માટે ચેતવણી, વાંચી લો પહેલા આ ન્યૂઝ



ઇન્ટરનેશનલ ડેસ્ક: ફોન પર લાંબા સમય સુધી વાતો કરવી ખરેખર ખતરનાક છે. જો તમે આવું કરો છો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. ચીનમાં એક મહિલાએ કલાકો સુધી ફોન પર વાતો કરવાને લીધે મગજમાં લોહી જામી ગયું અને તેણી ગંભીર રીતે બીમાર થઇ ગઈ.

આ મહિલા ટ્રેનમાં સફર કરી રહી હતી. આ દરમિયાન તે 20 કલાક સુધી પોતાના ફોનમાં જ ચીપકી રહી હતી. ચીનના સ્થાનીય મીડિયાએ આ બાબતની જાણકારી દેતા જણાવ્યું કે, મંગળવારે આ મહિલાને હેનાન પ્રાંતથી ગવાંઝાકાઉની ટ્રેન પકડી હતી. પણ 20 કલાકની આ સફર પછી તે જેવી ટ્રેનથી નીચે ઉતરી કે તેને બોલવામાં તકલીફ થવા લાગી. તેની બોલી લથડવા લાગી, તેને ચલાવામાં પણ તકલીફ પડવા લાગી.આવામાં તેણીને હોસ્પિટલ લઇ જવી પડી. જ્યાં તપાસ પછી પક્ષાઘાતનું ખબર પડી. તેના પછી તેનું ઇમર્જન્સી ઓપરેશન પણ કરવું પડ્યું.

Comments