તરત જ બંધ કરી દો facebookનું આ સેટિંગ, ફસાઇ શકો છો મુશ્કેલીમાં
યુટિલિટી ડેસ્કઃ ફેસબુકની ડેટા લીક કોન્ટ્રોવર્સી પછી ફેસબુક યૂઝ અંગે બધા એલર્ટ થઇ ગયા છે. અહીં અમે તમે એવા સેટિંગ અંગે જણાવી રહ્યા છીએ જેને તમારે ઓફ કરી દેવું જોઇએ. આ સેટિંગથી ફેસબુક તમારા કોલ, ડેટાની સાથે જ કોન્ટેક્ટ્સને એક્સેસ કરે છે. જો તમે પણ આ સેટિંગ ઓન રાખ્યું હોય તો તેને બંધ કરી દો. આમ કરીને તમે પોતાનો ડેટા પ્રાઇવેટ રાખી શકશો તથા તમને શંકા નહીં રહે કે તમારા કોલ, મેસેજ અને કોન્ટેક્ટનો ડેટા કોઇ યૂઝ કરી રહ્યું છે. આ સેટિંગ તમને ફેસબુકના એપ વર્ઝનમાં મળશે.
શું કહે છે એક્સપર્ટ
મુંબઇના આઇટી એક્સપર્ટ મંગલેશ એલિયા કહે છે કે, જો કોઇ એપને તમારા કોન્ટેક્ટ્સ એક્સેસ હોય તો તેની પાસે ફોન નંબરથી માંડીને ઇમેલ આઇડી, પાસવર્ડ (જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કર્યા છે), તમારા ફ્રેન્ડ્સ, પરિવારજનોની ડિટેઇલ્સ પહોંચી જશે. આથી તે સેટિંગને યૂઝ કરવું જરાય સેફ નથી.
તમને જણાવી દઇએ કે ફેસબુક કોન્ટ્રોવર્સીને કારણે ઘણા લોકોએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કર્યું છે. જેમાં ટેસ્લા કંપનીના ઇલોન મસ્ક પણ સામેલ છે. જો કે, આ મામલે માર્ક ઝકરબર્ગ માફી માગી ચૂક્યા છે પરંતુ કોન્ટ્રોવર્સી બંધ થવાનું નામ નથી લેતી.
Comments
Post a Comment