કાળિયાર શિકાર કેસઃ આખરે 'દબંગ ટાઇગર' પાંજરે પૂરાયો, 5 વર્ષની સજા



જોધપુર: વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંત વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવશે. કોર્ટે બાકીના અન્ય સ્ટાર્સ સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્રને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાં હાજર થવા માટે દરકે સ્ટાર્સ બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે. ત્યારે આ બધા ફિલ્મ 'હમ સાથ-સાથે હૈ'ના શૂટિંગમાં રાજસ્થાન ગયા હતા.

કોર્ટમાં કેવો હતો માહોલ

- સજા સંભળાવી રહ્યા હતા જજ ત્યારે દિવાલને અડીને ઊભો હતો સલમાન
- લંચ દરમિયાન સલમાનની બંને બહેનો કોર્ટ રૂમની બહાર ગેલેરમાં ફોન પર વાત કરી રહી હતી અને સલમાન એકલો ખુરશી પર બેઠો હતો.
- લંચ પછી જજ ડાયસ ઉપર આવ્યા અને સલમાન ખુશીથી ઊભો થઈને દિવાલના ટેકે ઊભો હતો. બહેનો પણ સલમાન ખના સાથે ઊભી હતી.
- જજે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કર્યો છે. જજનો નિર્ણય સાંભળીને બંને બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
- બિશ્નોઈ સમાજે જજના નિર્ણય પછી નારેબાજી કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી.

વકીલોએ સુનાવણી દરમિયાન શું કરી હતી દલીલો

- સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા દરેક આરોપ નકાર્યા હતા.

- સલમાન ખાનના વકીલે કહ્યું હતું કે, અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું.

- સલમાન ખાનના વકીલે ઓછામાં ઓછી સજા કરવાની માગણી કરી હતી.

- સરકારી વકીલે સલમાનને 6 વર્ષની સજા કરવાની માગણી કરી હતી.

- બિશ્નોઈ સભાએ કહ્યું છે કે, તેઓ નિર્દોષ સાબીત થયેલા આરોપી સામે ફરી કેસ દાખલ કરશે.

Comments