રાજકોટ: રાજકોટના વાડધરી ગામે સપ્તાહમાં યોજાયેલા એક લોકડાયરામાં 9 વર્ષના પાટીદાર ભજનીકે ભજનો ગાયને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભજનની રમઝટ વચ્ચે લોકોએ રૂપિયાના બંડલો ઉડાડી પૈસાની રેલમછેલ કરી દીધી હતી. સ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ભજનીકના ભજનો સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 9 વર્ષના ભજનીકે પાય લાગુ ખોડલ માડી ભજન ગાતા તેની પર લાખો રૂપિયાનો વરસાદ થતા ઉપસ્થિત લોકોની આંખો પણ પહોળી થઇ ગઇ હતી.

આ લોકડાયરામાં અલ્પા પટેલે પણ લોકગીતો ગાયા હતા. પરંતુ આકર્ષણનું કેન્દ્ર રીબડા ગામના હર્ષ પીપળીયા જેની ઉંમર માત્ર 9 વર્ષ છે અને તેણે દ્વારકાનો નાથ રાજા મારા રણછોડ છે તેણે મને માયા લગાડી છે, લળી લળી લાય લાગુ દયાળી દયા માગુ રે ખોડલ માડી જેવા ભજનો લલકારતા જ લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. 9 વર્ષના ભજનીક પર આ રીતે રૂપિયાનો વરસાદ થયો હોય તેવી આ પ્રથમ ઘટના ગણી શકાય.

Comments