Love Birds રણવિર-દીપિકાના લગ્ન થયા Fix, આ તારીખે કરશે હિંદુ વિધિથી લગ્ન



મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રણવિર સિંહ તથા દીપિકા પાદુકોણ ના લગ્નની ડેટ્સ પરિવારે ફાઈનલ કરી નાખી છે. આ બંને વર્ષના અંત સુધીમાં ફેરા ફરશે. છેલ્લાં કેટલાંય મહિનાથી આ બંનેના લગ્નને લઈ ચર્ચા થતી હતી.

નક્કી કરવામાં આવી ડેટ્સઃ
સપ્ટેમ્બર તથા ડિસેમ્બર મહિનાની ચાર ડેટ્સ વિચારવામાં આવે છે અને આ ચારમાંથી ગમે તે એક તારીખે દીપિકા-રણવિરના લગ્ન થશે. ભારત કે ભારત બહાર આ બંનેના લગ્ન થશે અને તે પ્રમાણે સ્થળ પસંદ કરીને ફાઈનલ ડેટ નક્કી કરવામાં આવશે.

ગયા અઠવાડિયે મળ્યા પેરેન્ટ્સઃ
ગયા અઠવાડિયે દીપિકાનાં પેરેન્ટ્સ પ્રકાશ-ઉજ્જાલા પાદુકોણ તથા રણવિરના સિંહના માતા-પિતા જગજીત સિંહ તથા અંજુ ભાવનાની વચ્ચે પહેલીવાર મુલાકાત થઈ હતી.


આપી ગિફ્ટ્સઃ
બંનેના પેરેન્ટ્સે દીપિકા તથા રણવિરને ગિફ્ટ્સ, જ્વેલરી આપી હતી. રણવિરના પેરેન્ટ્સે દીપિકાને સબ્યાસાચીની ડિઝાઈનર સાડી આપી હતી.

લગ્નની તૈયારી શરૂઃ
દીપિકાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દીપિકાએ જ્વેલરીની ખરીદી કરી લીધી છે અને તે મોમ તથા બહેન સાથે લગ્નની અન્ય ખરીદીઓમાં વ્યસ્ત છે.

Comments