આ છોકરો આપે છે ઈંડા? ડોક્ટર્સ પણ થયા આશ્ચર્યચકિત
લંડન: લોકોને ચિત્ર-વિચિત્ર દાવા કરતાં તો તમે જોયા હશે, પણ ઈન્ડોનેશિયાના છોકરાની વાત સાંભળી તમે હસવાનું નહીં રોકી શકો. તમે પક્ષીઓને ઈંડા આપતા જોયા હશે, પણ કોઈ માનવ માટે આવું વિચારી શકો? નહીં ને? તો ઈન્ડોનેશિયાના એક તરુણે આવો જ દાવો કરીને વિશ્વભરમાં કૌતુક જગાવ્યું છે.
વાત જાણે એમ છે કે ઈન્ડોનેશિયાના 14 વર્ષના ટીનએજ અકમલે દાવો કર્યો છે કે તે ઈંડા આપે છે. એટલું જ નહીં તેણે છેલ્લાં બે વર્ષમાં 20 ઈંડા આપ્યા છે. તે વર્ષ 2016થી ઈંડા આપે છે.
ઈન્ડોનેશિયાના ગોવાના રહેવાશી અકમલના પિતાએ દાવો કર્યો હતો કે ઈંડા આખા પીળા કે આખા વ્હાઈટ હોય છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેના પુત્રને આ સ્થિતિને કારણે વારંવાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેણે હાલમાં જ ડોક્ટર્સની સામે બે ઈંડા આપ્યા હતા.
બીજી તરફ ડોક્ટર્સ આ વાતને લઈને વિસામણમાં મૂકાઈ ગયા છે. હોસ્પિટલા સ્પોક્સપર્સન મોહમ્મદ તસ્લીમે આ દાવાને નકરતા જણાવ્યું હતું કે માનવ શરીરમાંથી ઈંડા નીકળવા શક્ય નથી. અમે અકમલની ગુદામાં ઈંડા જેવો શેપ જોયો હતો, પણ ડાયરેક્ટ ઈંડું જોયું નહોતું. બીજી તરફ અકમલના પિતાએ કહ્યું હતું કે તે ક્યારેય આખું ઈંડું ગળી પણ નથી ગયો તો આમ કેમ થાય છે.
હાલ અકલમને ઈન્ડોનેશિયાના ગોવાની શેખ યુસુફ હોસ્પિટલમાં તપાસ અર્થે રાખવામાં આવ્યો છે.
Situs Judi Slot Online & Judi Online Casino Terpercaya 메리트카지노총판 메리트카지노총판 코인카지노 코인카지노 카지노 카지노 191Horse Race Betting Online: The Latest Tips For Winning
ReplyDelete