સલમાનને જેલમાં પહોંચાડનાર બિશ્નોઈ સમાજની મહિલાઓ હરણને પીવડાવે પોતાનું દૂધ
20 વર્ષ જૂના કાળા હરણ શિકાર કેસમાં જોધપુર કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા સલમાન ખાનને દોષી જાહેર કરીને તેને 5 વર્ષની સજા ફટકારી દીધી છે. સલમાનને જેલના સળીયા પાછળ ધકેલવા બિશ્નોઈ સમાજે વર્ષો કાઢી નાખ્યા હતા. બિશ્નોઈ સમાજ હરણોને પોતાના બાળક માને છે અને આ સમાજની મહિલાઓ હરણને પોતાનું દૂધ પણ પીવડાવે છે. તો બિશ્નોઈ સમાજ વિશે થોડી રસપ્રદ વાતો જાણીએ...
Loading...
બિશ્નોઈ સમાજ ત્યારે સમાચારોમાં આવ્યો હતો, જ્યારે સલમાન સામે તેમણે કેસ નોંધાવ્યો હતો. આ સમાજમાં લોકોની સંખ્યા વધુ નથી, પરંતુ પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે આ સમાજ હંમેશાં સમાચારોમાં રહે છે.
આ સમાજના પુરુષોને કોઈ લાવારિસ હરણનું બચ્ચું દેખાય તો તેઓ તેને ઘરે લઈ જાય છે અને રાખે છે. મહિલા એક માતાની પૂરી ફરજ નિભાવે છે. મહિલાઓ હરણના બચ્ચાને પોતાનું દૂધ પણ પીવડાવે છે. કહેવાય છે કે, આ સમાજના લોકો છેલ્લા 500 વર્ષથી આવું કરી રહ્યા છે.
પર્યાવરણને આ સમાજના લોકો ખૂબ પ્રેમ કરે છે. 1736મા જ્યારે વૃક્ષો કાપવામાં આવતા હતા, ત્યારે તેને બચાવવા માટે સમાજના 300થી વધુ લોકોએ પોતાનો જીવ આપી દીધો હતો.
કહેવાય છે કે, રાજ દરબારના લોકો આ ગામના લોકોના વિસ્તારમાં વૃક્ષો કાપવા આવ્યા હતા, પરંતુ બિશ્નોઈ સમાજના લોકો વૃક્ષને ચીપકી ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ આંદોલનના નાયિકા રહ્યા હતા અમૃતા દેવી જેમના નામ પર આજે રાજ્ય સરકાર કેટલાય પુરસ્કારો આપે છે.
Comments
Post a Comment